ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
હવે કોરોનાના દર્દીઓને નજીકના સામાન્ય દવાખાનામાં દાખલ નહીં કરાવી શકાય..એ માટે તમારે ખાસ કોરોના માટે આરક્ષિત મોટી હોસ્પિટલમાં અથવા તો સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે. બીએમસીએ શહેરમાં નર્સિંગ હોમ્સ અને પ્રસૂતિ ઘરોને કોવિડ-19 ના દર્દીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય મ્યુનિસિપલ અધિકારીઓ, રાજ્ય નિયુક્ત અને ટોચની ખાનગી હોસ્પિટલો વચ્ચે ઘણી ચર્ચાઓ કર્યા બાદ લેવામાં આવ્યો છે, કારણકે એક અનુમાન મુજબ, આવી નાની નાની ખાનગી હોસ્પિટલોમાં ICU ની સગવડ ન હોવાથી ઊંચા મૃત્યુ દર માટે જવાબદાર જણાઈ છે.
બીએમસી એ આ પ્રતિબંધ હેઠળ આશરે 72 નર્સિંગ હોમ્સને આવરી લીધાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 કરતાં ઓછી પથારીવાળી ખાનગી હોસ્પિટલોને નર્સિંગ હોમ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આમાંથી મોટાભાગના નર્સિંગ હોમ્સ પાસે આઇસીયુ બેડ નથી તેમજ તેમના પે રોલમાં કોઈ નિષ્ણાત ડોકટરો પણ નથી.
લાંબા સમયથી મુંબઈનો મૃત્યુદર 5 ટકા અટક્યો હતો, જે રાજ્યના 3.35 ટકા અને દેશના 1.91 ટકા કરતા વધારે છે. જોકે, શહેરમાં ડબલિંગ રેટ 89 દિવસનો છે, પુન:પ્રાપ્તિ દર 80 ટકા છે. ગત સપ્તાહમાં આ જ વૃદ્ધિ દર 0.78 ટકા રહ્યો હતો. આ તમામ બાબતોમાં એક તારણ બહાર આવ્યું છે કે, આમાંથી મોટાભાગના મૃત્યુ કાં તો નાના નર્સિંગ હોમ્સમાં થયા છે અથવા ખૂબ ગંભીર હાલતમાં દર્દીઓએને મોટી હોસ્પિટલોમાં રિફર કર્યા બાદ થયાં છે.
જોકે હાલ નર્સિંગ હોમ્સમાં દાખલ દર્દીઓની સારવાર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, અથવા તો તેઓને નજીકની બીએમસી સંચાલિત જમ્બો સુવિધાવાળી અથવા સૂચિબદ્ધ 30 મોટી ખાનગી હોસ્પિટલોમાંથી કોઈમાં પણ રીફર કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નર્સિંગ હોમ્સ BMC ના સ્કેનર હેઠળ હતાં જ. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, "જ્યારે બીએમસી અને સરકાર સંચાલિત હોસ્પિટલોના મૃત્યુ દરમાં સુધારો થયો છે, ત્યારે ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ દર વધુ ખરાબ થયો છે. આથી જ પ્રશાશન દ્વારા 72 જેટલા નાના નર્સિંગ હોમ્સમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…"
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com