News Continuous Bureau | Mumbai
Obesity-Free Gujarat: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહ્વાન કર્યુ હતુ. વડાપ્રધાનશ્રીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાયું છે, ત્યારે મેદસ્વિતાથી ઘણા પ્રકારની બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ તકેદારી રાખી અને જીવનશૈલી તેમજ આહારમાં પરિવર્તન લાવી મેદસ્વિતા ઘટાડી શકાય છે અને સ્વસ્થ નિરોગી જીવન જીવી શકાય છે.
નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામ અને શ્રમ તેમજ આહારમાં તેલના ઓછા ઉપયોગ દ્વારા મેદસ્વિતાથી મુક્ત થઈ શકાય છે. મેદસ્વિતા ઘટાડવાના પંચ પ્રણ એટલે કે પાંચ બાબતોને નિત્યક્રમનો ભાગ બનાવવાનો સંકલ્પ લઈ નાગરિકો સ્વસ્થ જીવન અપનાવી શકે છે.
મેદસ્વિતા ઘટાડવા માટે નિયમિત કસરત કરવી જોઈએ જેમાં યોગ-પ્રાણાયમ સહિતની પ્રાચીન પદ્ધતિઓથી લઈ અને અન્ય વિવિધ કસરતોનો સમાવેશ થાય છે. કસરત એટલે કે શ્રમ દ્વારા શરીરને સ્થૂળ થતું અટકાવી શકાય છે. આહારમાં તેલ શરીરમાં કોલેસ્ટ્રોલ નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા જેટલો ઘટાડો કરવાથી સારા પરિણામો મળતા હોવાના વિશેષજ્ઞોના મત છે. આ સાથે પૌષ્ટિક આહારનું પણ ખૂબ મહત્ત્વ છે. તાજા ફળો, સૂકા મેવા, તાજા શાકભાજી, ફળ-શાકભાજીના જ્યૂસ, તાજા સલાડ આહારમાં લેવા જોઈએ. તળેલા તેમજ વધુ ખાંડાવાળા નાસ્તા, ચિપ્સ અને પેકેટ ફૂડ્સ, મીઠાઈઓ અને કેક-ચોકલેટ્સ, ક્રીમવાળા ખાદ્યપદાર્થો, કોલ્ડ ડ્રિંક્સથી મેદસ્વિતા વધવાનું જોખમ રહે છે જેથી આહારમાં તેનો સમાવેશ અટકાવવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
નિયમિત રીતે દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલવાથી મેદસ્વિતામુક્ત થવામાં ઘણો ફાયદો મળે છે. ચાલવાને નિત્યક્રમનો ભાગ બનાવવો જોઈએ. પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા નાગરિકો મેદસ્વિતાને ઘટાડી શકે છે. મેદસ્વિતાના કારણે હૃદય રોગ, ટાઇપ-૨ ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાઇ કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓનું જોખમ છે.
સ્વસ્થ ભારત અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા પહેલું સુખ તે જાતે નર્યાના ભાવ સાથે પ્રત્યેક વ્યક્તિ કાળજી રાખી અને સ્વસ્થ જીવન જીવી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.