News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે રાતના આકાશમાંથી આગના મોટા ગોળા જમીન પર વરસી રહ્યા હોવાનો નજારો જોવા મળ્યો હતો. તેનાથી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ રહસ્યમયી પદાર્થ ઉલ્કાપાત તો નથી એવા સવાલ થઈ રહ્યા હતા. છેવટે આ રહસ્યમયી અગ્નિગોળા અને લાંબા લિસોટા જેવા પદાર્થ એ તૂટી પડેલા સેટેલાઈટ્સના ટુકડા હોવાનું રવિવારના જણાઈ આવ્યું હતું.
#WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R
— ANI (@ANI) April 2, 2022
દેશના જ નહીં પણ દુનિયાભરના ખગોળ અભ્યાસીઓનું આ દુર્ઘટનાને ધ્યાન ખેંચ્યું હતું. ખગોળ નિષ્ણાતોએ રવિવારના મહારાષ્ટ્રના વિદર્ભના ગામમાં પડેલા આ અવકાશી ટુકડોનો અભ્યાસ કર્યો હતો. તે બાદ જણાઈ આવ્યું હતું કે તે ઈલેક્ટ્રોન રોકેટ બુસ્ટરના ટુકડા હતા. જે ન્યુઝીલેન્ડના માહીયા દ્વીકલ્પ પરથી ભારતીય સમય અનુસાર સાંજના 6.11 વાગે રોકેટ લેબ કંપનીના ઈલેક્ટ્રોન રોકેટ દ્વારા બ્લેકસ્કાય નામનો ઉપગ્રહ પૃથ્વીથી 430 કિલોમીટરના ઊંચાઈ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. તેથી મહારાષ્ટ્રના ગામમાં આકાશમાંથી પડેલા તે ટુકડાઓ ઈલેક્ટ્રોન રોકેટના બુસ્ટર હોવાનું કહેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે
જોકે અન્ય ખગોળ વિજ્ઞાનીના દાવા મુજબ આકાશમાંથી આવી પડેલા ટુકડા ચાઈનીઝ ચેંગ ઝેન્ગ 3By77ના અવશેષ હોઈ તે ફેબ્રુઆરી, 2021માં આકાશમાં છોડવામાં આવ્યું હતું. દુનિયાભરમાં હજી આ દુર્ઘટના પર ચર્ચા ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં અરબી સમુદ્રની દિશા તરફથી વિદર્ભના ચંદ્રપુરમાં આવી પડેલા ટુકડાઓમાં લોઁખડની લાંબી રિંગ અને બોલ જેવા મોટા ગોળા હતા. શનિવારના રાતના આકાશમાં સર્જાયેલા દ્રશ્યો મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ગામોમાં જોવા મળ્યા હતા.
Is this meteor shower or something else #Meteorshower #meteor #Nagpur #maharashtra #india pic.twitter.com/0tM33vCXVT
— Rekha Dhankhar (@Rekhadhankhar22) April 3, 2022