ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ભણતરને ઉંમર સાથે કોઈ લેવાદેવા હોતી નથી. એ ઓડિશાના સત્તારૂઢ બિજુ જનતા દળના વિધાનસભ્ય પૂર્ણચંદ્ર સ્વૈને સાબિત કરી નાખ્યું છે. ઉંમરના 49મા વર્ષે તેમણે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. પૂર્ણચંદ સ્વૈન 5,223 વિદ્યાર્થીઓમાંના એક છે, જેમણે ઓડિશા માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ઑફલાઇન દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને સારા માર્કે પાસ થયા હતા. કોરોનાને પગલે આ પરીક્ષા ઑફલાઇન લેવામાં આવી હતી. તેમને 500માંથી 340 માર્ક આવ્યા હતા.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આભ ફાટ્યું, સતત 7 કલાકથી વરસાદને પગલે રસ્તાઓ થયા જળમગ્ન; જુઓ વીડિયો
ઓડિશા માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ઑફલાઇન પરીક્ષામાં 5,223 વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાં 141 વિદ્યાર્થી નાપાસ થયા હતા. આ પરીક્ષામાં લગભગ 80.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમાં 3,100 વિદ્યાર્થી હતા, તો 2,133 વિદ્યાર્થિનીઓ હતી.