News Continuous Bureau | Mumbai
Odisha Menstrual Leave : ઓડિશા સરકારે એક ઐતિહાસિક પગલું લીધું છે જે મુજબ સરકારી અને પ્રાઇવેટ બન્ને ક્ષેત્રોમાં કામ કરવા વાળી મહિલાઓને ( Women Employees ) એક દિવસ માટે પીરિયડ લીવ મળશે. આ ઘોષણા 78 માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન ઉપમુખ્યમંત્રી પ્રભાતી દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અનેક મહિલા સંગઠનો તેમજ અનેક આંદોલનકારી સંગઠનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે મહિલાઓને માસિક ધર્મ ( Menstrual Leave ) દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં સરકારે મહિલાઓની મદદ કરવી જોઈએ.
ઓરિસ્સાની સરકારે ( Odisha Government ) આ પ્રકારનો નિર્ણય લઈને મહિલાઓ ( Women ) માટે એક મોટી રાહત જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારતના રાજયોમાં ઉત્તર અને પશ્ચિમી ભારતના રાજ્યોના પ્રમાણમાં વધુ મહિલાઓ નોકરી કરે છે. આમ ઓરિસ્સાની પહેલી ભાજપ સરકારે ( BJP government ) મહિલાઓ માટે એક મોટું પગલું લીધું છે
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ શહેર માટે સારા સમાચાર હવે પશ્ચિમ ઉપનગરને મળશે નવા ફાયર સ્ટેશન અને સાત નવા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ.