ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ જાહેરમાં નમાજ પઢવાનો વિવાદ હવે શાંત થતો હોય તેમ જણાય રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હરિયાણાના ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને સાંખી પણ નહીં લેવાય. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ કરે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુરુગ્રામમાં જે પણ સ્થળોએ જાહેરમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને પાછી ખેંચી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે 37 સ્થળો પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.