Site icon News Continuous Bureau | Mumbai

વિવાદનો અંત: હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરે જાહેરમાં નમાઝ અદા કરવા પર આપ્યા આ આદેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ જાહેરમાં નમાજ પઢવાનો વિવાદ હવે શાંત થતો હોય તેમ જણાય રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હરિયાણાના ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને સાંખી પણ નહીં લેવાય. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ કરે.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુરુગ્રામમાં જે પણ સ્થળોએ જાહેરમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને પાછી ખેંચી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે 37 સ્થળો પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.

હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંના સ્થાનિક શિવકુમાર પાસે બિપિન રાવતે પાણી માંગ્યું હતું પરંતુ તે આપી ન શક્યા. જાણો છેલ્લા બિપીન રાવતના પળોની કહાની….
 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version