News Continuous Bureau | Mumbai
Western Railway પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોના સિઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પૂરી કરવાના હેતુથી ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેની વિગતો આ મુજબ છે:
ટ્રેન નંબર 09523/09524 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ (સાપ્તાહિક) [20 ટ્રીપ]
ટ્રેન નંબર 09523 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 10:35 વાગ્યે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 23 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 શકુર બસ્તી–ઓખા સ્પેશિયલ દર બુધવારે શકુર બસ્તીથી 13:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 24 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર, 2025 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બેવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઊભી રહેશે.
આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઈકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09523નું બુકિંગ 11 સપ્ટેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની સંખ્યા અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.