News Continuous Bureau | Mumbai
OLA Electric Scooter Fire : તાજેતરમાં, OLA CEO અને સ્ટેન્ડઅપ કોમેડિયન વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર દલીલબાજી પછી, OLA ઇલેક્ટ્રિક ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જોકે આ વખતે ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ મામલો કેરળના તિરુવનંતપુરમનો છે. જ્યાં કોલેજ જતા વિદ્યાર્થીઓના સ્કૂટરમાં આગ લાગી છે.
OLA Electric Scooter Fire : જુઓ વિડીયો
ഓല കത്തുക്കയാണ് guys..#Ola #OlaElectric
Ola scooter bursts into flames while parked on roadside. pic.twitter.com/EeJnZrNMOe— sreejith raj (@sree_988711) October 8, 2024
OLA Electric Scooter Fire સ્કૂટર ગરમ થયું અને ધુમાડો નીકળવા લાગ્યો
કટ્ટક્કડા ફાયર પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાઈક ચાલક તેના મિત્ર સાથે OLA ઇલેક્ટ્રિક સ્કૂટર પર કોલેજ જઈ રહ્યો હતો. અચાનક સ્કૂટર ગરમ થયું અને ધુમાડો નીકળવા લાગ્યો. ધુમાડો જોઈને સ્કૂટર સવારો ગભરાઈ ગયા અને સ્કૂટર રોડની બાજુમાં પાર્ક કરીને દૂર ઊભા રહી ગયા. થોડી જ વારમાં સ્કૂટરમાં આગ લાગી.ધીમે ધીમે આગએ સમગ્ર સ્કૂટરને લપેટમાં લીધું હતું અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું.
OLA Electric Scooter Fire પહેલા પણ સામે આવી છે આવી ઘટના
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાઈક ચાલક કોલેજ વિદ્યાર્થી છે. આ અકસ્માતમાં સ્કૂટર સવારોને કોઈ નુકસાન થયું ન હતું.
આ સમાચાર પણ વાંચો: Pakistan Assembly : પાકિસ્તાની વિધાનસભામાં સાંસદો બાખડ્યા, ગાળાગાળી કરી એકબીજાને મારી લાતો અને મુક્કા, જુઓ વિડીયો…
મહત્વનું છે કે આ પહેલીવાર નથી કે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હોય. આ પહેલા પણ દેશના અલગ-અલગ ભાગોમાંથી સ્કૂટરમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં એક યુવક ઓલા ઈલેક્ટ્રીકની સર્વિસથી એટલો નારાજ થઈ ગયો કે તેણે શોરૂમમાં જ આગ લગાવી દીધી. તાજેતરના કેસમાં, સ્કૂટરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે બેટરીમાં જ ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)