Ola Ride: આવું તે કેવું…? 730 રૂપિયામાં બુક કરી OLA કેબ, બિલ બન્યું 5000 રૂપિયાથી વધુનું, જાણો શું છે સમગ્ર મામલો..

Ola Ride: પ્રાઈવેટ કેબમાં મુસાફરી કરતી વખતે મુસાફરો સાથે ઘણી વાર એવું બન્યું છે કે બુકિંગ સમયે ભાડું 200 રૂપિયા હતું પરંતુ મુસાફરી પૂરી થવા પર બિલ 250 રૂપિયા આવી ગયું. આવી સ્થિતિમાં યુઝર્સે ડ્રાઈવરને વધુ પૈસા ચૂકવવા પડે છે. આવું જ કંઈક બેંગલુરુમાં એક વિદ્યાર્થી સાથે થયું. આશ્ચર્યની વાત એ છે કે તેણે 730 રૂપિયામાં કેબ બુક કરાવી હતી પરંતુ રાઈડના અંતે બિલ 700 ગણાથી વધુ હતું.

by kalpana Verat
Ola Ride Ola user booked ride for Rs 730, got bill of Rs 5000 when trip ended Here is what happened

News Continuous Bureau | Mumbai 

Ola Ride: આજકાલ કોઈ પણ શહેરમાં ટેક્સી બુક કરવાનો અથવા ઓનલાઈન બુક કરવાનો વિકલ્પ હોવાથી મુસાફરી સરળ બને છે. તેમાં પણ સારી વાત એ છે કે Ola અને Uber જેવી એપ પર, તમે પાછા બુકિંગ કરતા પહેલા જ સંભવિત ભાડું બતાવવામાં આવે છે. જો કે, એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કોલેજ સ્ટુડન્ટને ( college student ) એપ પર દર્શાવવામાં આવેલા ભાડાના 7 ગણાથી વધુ ભાડું ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.

મીડીયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બેંગલુરુના ( Bengaluru ) એક વિદ્યાર્થીએ કોલકાતા એરપોર્ટ ( Kolkata Airport ) પર ઉતર્યા બાદ ઓલા એપ દ્વારા કેબ બુક ( Cab Booking ) કરી હતી. યુઝરે ઓલા એપ પર મિની ટેક્સી બુક કરાવી હતી અને બુકિંગ સમયે તેને 730 રૂપિયાનું ભાડું ચુકવવાનું બતાવવામાં આવ્યું હતું. જો કે, રાઈડ પૂરી થયા પછી તેનો ચાર્જ 5 હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું.

ડ્રાઈવરે હજારો રૂપિયાની માંગણી કરી

વિદ્યાર્થીએ ઓલા એપની મદદથી કોલકાતાના કેમ્પેગૌડા એરપોર્ટથી માથિકેરે વિસ્તાર માટે કેબ બુક કરાવી હતી. બુકિંગ સમયે, આ રાઈડનું ભાડું 730 રૂપિયા બતાવવામાં આવ્યું હતું. જોકે ગંતવ્ય સ્થાને પહોંચવા પર ડ્રાઈવરે 5000 રૂપિયાથી વધુની માંગણી કરી હતી. વિદ્યાર્થીએ એક મીડિયા સંસ્થા સાથે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે જો તે આખા બેંગલુરુમાં ફર્યો હોત તો પણ તેને આટલું ભાડું ચૂકવવું પડ્યું ન હોત.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Ayodhya : અયોધ્યામાં રામલલાના દર્શનનો સમય જારી, જાણો કયા સમયે થશે મંગળા અને શયન આરતી.

આટલું ભાડું બુકિંગ એપ પર બને છે

વિદ્યાર્થીએ જણાવ્યું કે તેને કેબમાં બેસાડ્યા બાદ ડ્રાઈવરે તેની પાસેથી OTP માંગ્યો, જેમાં એન્ટર થયા બાદ ડ્રાઈવરે તેનું નામ જોયું. ટ્રિપ પૂરી થયા પછી, ડ્રાઇવરે તેને તેના ફોનની સ્ક્રીન બતાવી, જેના પર અંતિમ બિલ 5,194 રૂપિયા લખેલું હતું. તેનો ફોન ચેક કરવા પર, વિદ્યાર્થીને જાણવા મળ્યું કે તેની રાઈડ પહેલાથી જ કેન્સલ થઈ ગઈ હતી અને તે ઓલા રાઈડમાં બિલકુલ નહોતો.

જોકે સારી વાત એ હતી કે રાઈડ બુક કરતી વખતે વિધાર્થીએ બતાવેલ ભાડાનો સ્ક્રીનશોટ લીધો હતો. કડ્રાઈવર કન્નડ ભાષામાં બોલતો હોવાથી તેને મુશ્કેલી પડતા તેણે તેની આસપાસ હાજર લોકોની મદદ લીધી. આખરે દલીલ બાદ તેણે ડ્રાઈવરને રૂ. 1,600 ચૂકવ્યા, જે એપમાં બતાવેલ ભાડું બમણું છે. એપ પર કેબ બુક કરાવ્યા પછી, તમારે તરત જ સ્ક્રીનશૉટ પણ લેવો જોઈએ, જેથી તમે ભાડામાં કોઈપણ સમસ્યાની જાણ કરી શકો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More