રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતી હુંસાતુંસીમાં હવે જમ્મુ-કાશ્મીરના અબ્દુલ્લા ફેમિલી ની એન્ટ્રી થઈ છે.. એક ટ્વિટ દ્વારા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે "રાજસ્થાનના કેસમાં તેમને અને તેના પિતા ફારૂક અબ્દુલ્લાને બિનજરૂરી રીતે ખેંચવામાં આવી રહ્યા છે."
ઓમર અબ્દુલ્લા એ આવુ લખવું પડ્યું છે એની પાછળનું કારણ સમજીએ :–
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, તેઓ રાજસ્થાનની ઘટનાને લઈ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં એક બાબત હેરાન કરનારી છે કે, " મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા પર સરખા ચાર્જીસ લગાવવામાં આવ્યાં હતાં. મહેબુબા મુફ્તી હજી જેલમાં છે. તો, પછી ઓમર અબ્દુલાને શા માટે જેલમાંથી વહેલા છોડવામાં આવ્યા!!? વધુમાં ભૂપેશ બઘેલે કહ્યું કે "આવુ એટલા માટે બન્યુ છે કેમકે સચિન પાયલોટ અને ઓમર વચ્ચે સાળા-બનેવીના સંબંધ છે અને સચીન પાયલોટ ને ફોડવાં માટે જ બીજેપીએ ઓમર અબ્દુલ્લા સામે નરમાઈ વર્તી છે."
ઓમર અબ્દુલ્લાએ છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલના જવાબ માં કહ્યું કે, "તેઓ આવા ખોટા, પાયા વિહોણા આરોપો સાંભળીને કંટાળી ગયા છે, સચિન પાયલોટ રાજસ્થાનમાં જે પણ કરી રહ્યા છે, તેની સાથે ફારૂક અબ્દુલ્લા અથવા તેમને ક્યાંય પણ કોઈ વાતે લેવા દેવા નથી. આથી જ આ કેસમાં મારાં વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરશે…"
જણાવી દઈએ કે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે. આથી તેઓ અબ્દુલ્લા ફેમિલી ના જમાઈ થાય છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com