ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં હવે પ્રત્યેક કોરોના દર્દીના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થશે.
આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની માગણી પણ કરી છે.
આ સિવાય કોરોના કાળમાં મળી રહેલું ફ્રી રાશન વધુ 6 મહિના માટે લંબાવી દેવાયું છે. એટલે કે હવે આગામી 31મી મે સુધી ફ્રી રાશન આપવામાં આવશે.
રવિવારે કોરોનાના 100 કરતા પણ વધારે કેસ સામે આવ્યા ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફક્ત વિદેશથી આવેલા કે રિસ્ક કન્ટ્રીમાંથી આવનારા મુસાફરોનું જ જીનોમ સિક્વેન્સિંગ થતું હતું.
ગટરના ઢાંકણાઓની ચોરીથી BMC પરેશાનઃ આટલા લાખના ખર્ચે બેસાડશે નવા ઢાંકણા; જાણો વિગત