સાંસદ કાર્તિ ચિદમ્બરમની સામે તામિલનાડુમાં કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, એકબીજા પર ફેંકી ખુરશીઓ; જુઓ વીડિયો  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર 
આગામી થોડા દિવસોમાં તામિલનાડુમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ અહીં પણ કૉન્ગ્રેસ પાર્ટી સામે સમસ્યાઓ ઊભી છે. આજે કૉન્ગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે બેઠકમાં કૉન્ગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ્ પણ હાજર હતા અને તેમની સામે જ કૉન્ગ્રેસી અંદરોઅંદર લડ્યા.

યમનમાં નરકના ખાડામાં ઊતર્યા વૈજ્ઞાનિકો, અનેક રહસ્યો બહાર આવ્યાં

પ્રાપ્ત જાણકારી મુજબ આ બેઠક તામિલનાડુના શિવગંગા જિલ્લા કૉન્ગ્રેસ એકમ દ્વારા બોલાવવામાં આવી હતી, જેથી આગામી સ્થાનિક ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી શકે. બેઠકમાં પાર્ટીનાં બે જૂથ પહોંચ્યાં હતાં અને બેઠક શરૂ થવાની સાથે જ આમાં વિવાદ શરૂ થઈ ગયો. ચર્ચાથી શરૂ થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો અને પછી એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. આ મારામારી સાંસદ કાર્તિ ચિદમ્બરમની હાજરીમાં થઈ. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને કૉન્ગ્રેસીઓને અહીંથી હટાવ્યા.

 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment