Site icon

પંજાબની ચૂંટણીના રંગમાં રંગાયા મોદી, PMએ રવિદાસ જયંતીએ દિલ્હીના વિશ્રામ ધામમાં વગાડ્યા મંજીરા;  જુઓ વિડીયો જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  રવિદાસ જયંતિ 2022ના અવસર પર દિલ્હીના કરોલબાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી પીએમ મોદીએ કરોલબાગના શ્રી ગુરુ રવિદાસ ધામ મંદિરમાં આયોજિત શબદ કીર્તનમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં હાજર મહિલાઓની વચ્ચે બેસીને મંજીરા પણ વગાડયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં હાજર લોકો સાથે મળ્યા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. 

 

માનવામાં આવે છે કે સંત રવિદાસનો જન્મ માઘ પૂર્ણિમાના દિવસે થયો હતો. આજે 16મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, તેથી આજનો દિવસ સંત રવિદાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે સંત રવિદાસનો જન્મ ટેનરી કુળમાં થયો હતો, તેથી તેઓ ચંપલ બનાવતા હતા. જોકે તેઓ કોઈ પણ કામને નાનું કે મોટું માનતા ન હતા. આથી તેઓ દરેક કામ પૂરા દિલથી અને લગનથી કરતા. તેમનું માનવું હતું કે કોઈપણ કાર્ય સંપૂર્ણ શુદ્ધ મન અને ઈમાનદારીથી કરવું જોઈએ, આવી સ્થિતિમાં તેનું પરિણામ હંમેશા સારું રહેશે. 

EDએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો, મુખ્ય સહયોગી છોટા શકીલના સાળાની આટલા કલાક કરી પૂછપરછ ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે સંત રવિદાસની જન્મજયંતિના દિવસે મંદિર અને મઠમાં ભજન-કીર્તનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ રવિદાસની જન્મજયંતિ નિમિત્તે ટેબ્લો કાઢવામાં આવે છે. આ સાથે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. 

પંજાબ અને યુપીમાં સંત રવિદાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં છે. તેઓ રવિદાસ અથવા રૈદાસના નામથી લોકોમાં પ્રખ્યાત હતા. પીએમ મોદીનું સંત રવિદાસના મંદિરમા જવુ વિધાનસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવે છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version