ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
વરસાદ શરૂ થતાં જ લોકો લોનાવાલા તરફ નીકળી પડ્યા છે. મહારાષ્ટ્રના આ જાણીતા પર્યટનસ્થળે પ્રતિબંધો અમલમાં હોવા છતાં ફરી એક વખત ભૂશી ડૅમ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. કોરોનાને કારણે ભૂશી ડૅમ પર જવાની મનાઈ છે, છતાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. એટલું જ નહિ, પરંતુ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતાં. વીડિયોમાં દેખાય છે કે લોકો પોતાની મસ્તીમાં મોસમની મજા માણતા ફોટા પાડી રહ્યા છે અને કોરોનાના નિયમોના ધજાગરા ઊડે છે. જુઓ વીડિયો.
વરસાદ શરૂ થયો અને મુંબઈવાસીઓ ઘેલા થયા; ભૂસી ડૅમ પાસે ભયંકર ભીડ, જુઓ વીડિયો #Maharashtra #lonavala #touristplace #BhushiDam #tourist #covid19 #covidnorms #Mumbaikars #crowd #ViralVideo pic.twitter.com/EVoxIarYmn
— news continuous (@NewsContinuous) July 10, 2021