Site icon

ગુજરાતમાં ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ લેશે સીએમ પદની શપથ,કોંગ્રેસના સપના ચકના ચુર વિપક્ષનું પદ પણ નહિ મળે તેવી સ્થિતિ

હાલ કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.ભાજપના કાર્યકરો ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ ગુજરાતમાંથી થતા રાજીવ ગાંધી ભવન ખાતે નિરાશાનો માહોલ છવાઈ ગયો છે.

Gujarat, Bhupendra Patel

Gujarat, Bhupendra Patel

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ભાજપ હાલ જીત તરફ આગળ વધી રહી છે.154 જેટલી બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે જયારે કોંગ્રેસ માત્ર 17 બેઠક પર આગળ છે તો આમ આદમી પાર્ટી 6 સીટ પર અને અન્ય માત્ર 5 બેઠકો પર આગળ ચાલી રહી છે.તેવામાં ભાજપની જીત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ચુક્યા છે.તો આપ અંગે પણ જે શક્યતાઓ વ્યક્ત થઇ રહી હતી કે તે કોંગ્રેસને હાર અપાવવાનું મોટું ફેક્ટર ગણવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

તેવામાં હાલ ભાજપના સીએમ પદનો ચહેરો ભુપેન્દ્રભાઈ પટેલ ફરી એક વખત સીએમ પદની શપથ લેવા માટે જઈ રહ્યા છે.તે વાત નક્કી થઇ ચુકી છે.તેવામાં કોંગ્રેસના સૂપડા સાફ થતા અનેક નેતાઓ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા.તે સપનાઓ પણ ચકના ચૂર થઇ ચુક્યા છે.કેટલીક બેઠકો પર તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભૂંડી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: શરદીમાં નદીની જેમ વહે છે નાક! અપનાવો આ ઉપાય, ક્યારેય નહીં માગો દવા

હાલ કોંગ્રેસ વિપક્ષમાં રહીને પુરી રીતે ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિ પણ ન હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.જો કોંગ્રેસ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસને 10 ટકા બેઠક પણ ન મળે તો વિપક્ષનું પદ પણ હાથમાંથી છીનવાઈ શકે છે.કોંગ્રેસને 19 જેટલી બેઠકોની જરૂરિયાત છે પરંતુ હાલના પ્રાથમિક રૂઝાનમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. 

હાલ કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.ભાજપના કાર્યકરો ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ ગુજરાતમાંથી થતા રાજીવ ગાંધી ભવન ખાતે નિરાશાનો માહોલ છવાઈ ગયો છે.

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version