ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં એક તરફ સૌથી વધુ વેક્સિનેશન મહારાષ્ટ્રમાં થયું હોવાનું કહીને મહારાષ્ટ્ર સરકાર પોરસાઈ રહી છે, તો બીજી તરફ વેક્સિનની અછતને પગલે બજારમાં મોટા પ્રમાણમાં વેક્સિનના બ્લૅક માર્કેટિંગનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. અગાઉ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી થતી હતી. હવે વેક્સિનની કાળાબજારીનું રૅકેટ નવી મુંબઈમાંથી બહાર આવ્યું છે. નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચના યુનિટે કોવિશીલ્ડ વેક્સિનની કાળાબજારી કરનારા એકની ધરપકડ કરી છે. તેની પાસેથી લગભગ 60,000 રૂપિયાની કિંમતની વેકિસન જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરેલી વેક્સિનના ટેસ્ટ કરવામાં આવવાના છે.
ઘાત ગઈ! ભારે વરસાદને કારણે વિશ્વવિખ્યાત અજન્ટા ગુફા પર આવ્યું હતું મધરાતે આ સંકટ, જાણો વિગત
કોવિશીલ્ડ વેક્સિનનું બ્લૅક માર્કેટિંગ થતું હોવાનું નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ બેને ટિપ મળી હતી. એને આધારે નવી મુંબઈના નેરુળમાંથી એકને છટકું ગોઠવીને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કોવિશીલ્ડની 60,000 રૂપિયાની કિંમતના 15 ડોઝ જપ્ત કરવામાં આવ્યા હતા.