ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ED)ના રડાર પર આવી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રાજ્કત તનપૂરેની EDએ લગભગ સાત કલાક પૂછપરછ કરી હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક કૌંભાડ પ્રકરણમાં આ તપાસ કરવામા આવી રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કની નીલામીમાં પ્રાજકત તનપુરેએ એક સાકર કારખાનુ તદન ઓછી કિંમતમાં ખરીદ્યું હોવાનો આરોપ છે. તેથી આ તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાજ્કત તનપુરેને EDએ સમન્સ મોકલ્યા હતા અને મંગળવારે હાજર થવાનું ફરમાન કરવામા આવ્યું હતું.
મહારાષ્ટ્ર સહકારી બેન્કે અનેક સાકર કારખાનાઓને લોન આપી છે. લોન આપવામાં મોટા પાયા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમાં પ્રાજ્કત તનપુરએ અહમદનગરામં રામ ગણેશ ગડકરી સાકર કારખાનું જેની મૂળ કિંમત 26 કરોડ રૂપિયા હતી, તેને 12 કરોડ રૂપિયાનાં ખરીદયું હતુ. આ કારખાનાને મહારાષ્ટ્ર બેન્કે મોટી લોન આપી હતી. તેના વ્યવહારમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનો EDને આશંકા છે. તેથી પ્રાજ્કત તનપૂરની તપાસ કરી રહી છે.