News Continuous Bureau | Mumbai
Gujarat: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ( Rishikesh Patel ) વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ( Bhupendra Patel ) અને નવસારીના સાસંદ શ્રી સી.આર. પાટીલના ( CR Patil ) હસ્તે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી ( Navsari ) જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.
આ યાત્રા ( One Setu Chetna Yatra ) વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.
આજના અવસરે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લાભાર્થીઓને અર્પણ કર્યાં.
આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની સુવિધા મળે તે માટે આગામી સમયમાં નવસારી, ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સરકાર મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહી છે.
આદિવાસી… pic.twitter.com/ybEchfTYbo
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
