ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઇન્જેક્શન ની જોરદાર કમી મહેસુસ થઇ રહી છે. બીજી તરફ અનેક લોકો તેની કાળાબજારી કરી રહ્યા છે જેની વિરુદ્ધમાં સરકારે કડક પગલાં લીધા છે. આખા મહારાષ્ટ્રમાં અલગ-અલગ વિસ્તારમાં સરકારે જે કાર્યવાહી કરી છે તેમાં પાંચ હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે.
પરંતુ આ ઇન્જેક્શન હાલ સરકાર વાપરી શકાતી નથી. જેનું પ્રમુખ કારણ એ છે કે આ ઇન્જેક્શન અત્યારે કોર્ટ ની કસ્ટડીમાં છે.
જ્યાં સુધી કોર્ટ પરવાનગી ન આપે ત્યાં સુધી આ ઇન્જેક્શન સરકારી ઉપયોગમાં આવી શકે તેમ નથી. આમ એક તરફ રેમડેસિવર ઈન્જેક્શનની કારમી અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ. ૫૦૦૦ જેટલા રેમડેસિવર કાયદાકીય પ્રક્રિયા માં અટવાઇ ગયા છે.