શું મહારાષ્ટ્રમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે? રાજ્યના આ જિલ્લામાં માત્ર 11 દિવસમાં એક હજાર બાળકો કોરોનાથી થયા સંક્રમિત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

બુધવાર

મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. 

ડોક્ટરો બાદ હવે માત્ર અગિયાર દિવસમાં પિંપરી ચિંચવડમાં એક હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. 

જોકે સદનસીબે, હાલમાં માત્ર ચાર બાળકો હળવા લક્ષણો સાથે મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ છે.  

બાકી અન્ય બાળકો હોમ આઇસોલેશનમાં છે અને ઘણાએ તો કોરોનાને પણ માત આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી એકવાર શાળા ચાલુ કરવાની માંગ એક વર્ગમાંથી ઉઠી છે. પરંતુ તેઓએ કોરોનાથી સંક્રમિત બાળકોના આંકડા પર પણ ધ્યાન આપવું જોઈએ.

અરે વાહ! મુલુંડમાં વાંચનના શોખીનો માટે 24 કલાક ખુલ્લી રહેતી અનોખી નિઃશુલ્ક લાઈબ્રેરી; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More