ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર
મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે.
ડોક્ટરો બાદ હવે માત્ર અગિયાર દિવસમાં પિંપરી ચિંચવડમાં એક હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે.
જોકે સદનસીબે, હાલમાં માત્ર ચાર બાળકો હળવા લક્ષણો સાથે મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ છે.
બાકી અન્ય બાળકો હોમ આઇસોલેશનમાં છે અને ઘણાએ તો કોરોનાને પણ માત આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી એકવાર શાળા ચાલુ કરવાની માંગ એક વર્ગમાંથી ઉઠી છે. પરંતુ તેઓએ કોરોનાથી સંક્રમિત બાળકોના આંકડા પર પણ ધ્યાન આપવું જોઈએ.
અરે વાહ! મુલુંડમાં વાંચનના શોખીનો માટે 24 કલાક ખુલ્લી રહેતી અનોખી નિઃશુલ્ક લાઈબ્રેરી; જાણો વિગત
