Site icon

લો કરો વાત, રાહુલ ગાંધીએ જ્યાં ચિંતન શિબિર યોજી એ દ્વારકામાં કોંગ્રેસના આટલા હજાર મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

મંગળવાર,

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પબુભા માણેકની સરખામણી અમદાવાદના નામચીન ગુંડા લતીફ સાથે કરી હતી. જેને લઈ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. ધારાસભ્ય પબુભા માણેકના મતવિસ્તારના રૂપેણ બંદરના કોંગ્રેસના ૧૦૦૦ મુસ્લિમ કાર્યકરોએ પબુભા માણેકની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને જવાબ આપ્યો છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મુસ્લિમ કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું કે, દરેક વખતે અમે કોંગ્રેસને મત આપીએ છીએ. તમે અહિં ૩૫ વર્ષથી ધારાસભ્ય છો, ત્યારે અમને ક્યારેય કઈ તકલીફ નથી પડી, ત્યારે અમારા ધારાસભ્ય વિશે આવું બોલે તે ચલાવી ન લેવાય. જેથી કરીને અમે તમામ ૧૦૦૦ મુસ્લિમ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ છીએ.

અહીંયા ચિંતન શિબિર પૂરી થયા બાદ કોંગ્રેસને ચિંતા કરવાની જરૂર છે. સમાજ અને સમર્થકોને મે કહ્યું હતું કે, તમારે જવાબ દેવાનો હોય તો શાંતિ રાખો એને રાજકારણની ભાષામાં જવાબ આપવાનો હોય જાે કોંગ્રેસના નેતા અહીંયા ઉશ્કેરીને જાય તો તોફાન થાય તેથી શાંતિ રાખો. 

અરે વાહ! પર્યટકોની માનીતી માથેરાનમાં દોડતી શટલ સેવાએ રેલવેને કરાવી આટલા કરોડની કમાણી. 12 મહિનામાં આટલા પ્રવાસીઓનું કર્યું પરિવહન.. જાણો વિગત

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાન એવા અર્જુન મોઢવાડિયાએ નામચિન ગુંડા લતીફ સાથે પબુભાનું પણ નામ આવે છે. ત્યારે લતીફ સાથે જાે મને સરખાવવામાં આવે તો દરેક સમાજે કહ્યું કે, આનો જવાબ અમારે આપવો છે. જેને લઈ કોંગ્રેસના ૧ હજાર કાર્યકરો ભાજપમાં જાેડાયા છે.

વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી છે ત્યારે કોંગ્રેસ મુક્ત દ્વારકા થવાની તૈયારી થઈ ગઈ છે. આગામી આઠ દિવસમાં દ્વારકા કોંગ્રેસ મુક્ત થઈ જશે. જેને ધરાર હોદ્દા આપ્યા છે તે જ કોંગ્રેસમાં હશે. આગામી ૧૫ દિવસ અંદર તમે પણ જાેજાે પબુભા કોઈને બોલાવવા નથી જાતા પરંતુ પબૂભા વિશે તમે જે બોલ્યા છો તેને દરેક સમાજ વિરોધ કરી અને ભાજપમાં જોડાશે.

દ્વારકાના રૂપણ બંદર માંથી મુસ્લિમ સમાજના ૧૦૦૦ થી વધારે કોંગ્રેસના કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ ભાજપમાં જાેડાયા છે. પબુભા માણેકને લતીફ સાથે સરખાવતાં કોંગ્રેસના પીઢ આગેવાન અર્જુન મોઢવાડિયાનો મુસ્લિમ સમાજના વડીલો આગેવાનો અને યુવાનોએ ખુલો વિરોધ કરી કહ્યું કે, તમે રાજકીય ભાષામાં ટીપ્પણી કરીને અમારા પબુભાને બદનામ કરવા જે પ્રયાસ કરેલ છે તે પ્રયાસને અમો સખત શબ્દોમાં વખોડિયે છીએ. આવનારા સમયમાં ૮૨ વિધાનસભામાં મુસ્લિમ સમાજના પટેલો આગેવાનો અને યુવાનો જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં છે તેઓ આવનારા સમયમાં ભાજપમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં જાેડાય અને તમે જે રાજકીય ટીપ્પણી કરી છે તેનો રાજકીય ભાષામાં જવાબ આપીશું.

યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ચિમ રેલવે હોળીના તહેવાર દરમિયાન મુંબઈથી આ સ્ટેશનનો વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવશે.
 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version