211			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરૂવાર
ઔરંગાબાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)એ એક મોટો નિર્ણય કર્યો છે.
આ મુજબ જિલ્લાનાં અજંતા-ઇલોરા ગુફાઓ જેવા પર્યટન સ્થળોએ જતા પર્યટકોએ કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ.
સાથે તમામ પર્યટન સ્થળો પર આવેલી હોટેલ, રિસોર્ટ અને દુકાનોમાં કામ કરતા લોકો માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઔરંગાબાદ જિલ્લામાં રસીકરણનું પ્રમાણ વધારવામાં સહાયરૂપ થવા આ નિર્ણય લેવાયો છે.
આ અગાઉ ડીડીએમએએ જણાવ્યું હતું કે વેક્સિન લીધી નહીં હોય તેવા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ જારી નહીં કરાય.
આ ઉપરાંત ઓથોરિટિએ સરકારી કર્મચારીઓ માટે રસી લેવાનું ફરજિયાત કર્યું હતું તથા રસી નહી લેનારા કર્મચારીઓનો નવેમ્બરનો પગાર અટકાવાશે એમ જણાવ્યું હતું.
                                You Might Be Interested In