ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને જ મળશે જિલ્લાના પર્યટન સ્થળોએ પ્રવેશ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

ગુરૂવાર

ઔરંગાબાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)એ એક મોટો નિર્ણય કર્યો છે.

આ મુજબ જિલ્લાનાં અજંતા-ઇલોરા ગુફાઓ જેવા પર્યટન સ્થળોએ જતા પર્યટકોએ કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ.

સાથે તમામ પર્યટન સ્થળો પર આવેલી  હોટેલ, રિસોર્ટ અને દુકાનોમાં કામ કરતા લોકો માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઔરંગાબાદ જિલ્લામાં રસીકરણનું પ્રમાણ વધારવામાં સહાયરૂપ થવા આ નિર્ણય લેવાયો છે. 

આ અગાઉ ડીડીએમએએ જણાવ્યું હતું કે વેક્સિન લીધી નહીં હોય તેવા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ જારી નહીં કરાય. 

આ ઉપરાંત ઓથોરિટિએ સરકારી કર્મચારીઓ માટે રસી લેવાનું ફરજિયાત કર્યું હતું તથા રસી નહી લેનારા કર્મચારીઓનો નવેમ્બરનો પગાર અટકાવાશે એમ જણાવ્યું હતું.

 ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More