ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
'તંત્રશિક્ષણ' (ટેક્નિકલ એજ્યુકેશન) ની ત્રીજીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન પ્રેક્ટિકલ પરીક્ષા અને ૧૮ જાન્યુઆરીથી નવ ફેબુ્રઆરી દરમ્યાન લેખિત પરીક્ષા થશે. તે માટેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. એન્જિનીયરીંગ અને ફાર્મસી કોર્સની લેખિત પરીક્ષા પહેલાં પ્રેક્ટિકલ્સ થશે. ટાઈમટેબલની માર્ગદર્શક સૂચનાનુસાર, શિયાળુ સત્રની પરીક્ષા ઓનલાઈન બહુપર્યાયી પદ્ધતિએ લેવાની છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી આ પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટે બે કલાકનો સમય અપાશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ૪૦માંથી ૩૫ પ્રશ્નો ઉકેલવા પડશે. જે વિદ્યાર્થીઓ માટે ઘરેથી પરીક્ષા આપવી શક્ય નથી, તેઓ પાસેની 'પૉલિટેક્નિક' માં જઈ પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ્સ ઓનલાઈન માધ્યમે મૌખિક સ્વરુપે સંસ્થાસ્તરે લેવાશે. તે માટે વિવિધ મિટીંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરાશે, એવી પણ માહિતી મળી છે.રાજ્ય તંત્રશિક્ષણ મંડળ (એમએસબીટીઈ) અંતર્ગતની એન્જિનીયરીંગ અને ફાર્મસીની ડિપ્લોમા કોર્સની શિયાળુ સત્રની પરીક્ષા તેમજ શોર્ટ ટર્મ કોર્સની શિયાળુ સત્રની પ્રેક્ટિકલ્સ, લેખિત પરીક્ષા બહુવૈકલ્પિક પ્રશ્ન પદ્ધતિ (એમસીક્યુ) એ ઓનલાઈન થશે.