Site icon

Online Shopping: હરિયાણામાં iphone ના નામે નહાઇ નાખ્યું, કુરિયરમાં મંગાવ્યો ફોન અને નીકળ્યા સાબુ.. વાંચો આખો કિસ્સો.

Online Shopping: હરિયાણાના ચરખી દાદરીમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ત્રણ આઈફોન ઓર્ડર કર્યા હતા. જ્યારે આપેલ ઓર્ડરની ડિલીવરી મળી ત્યારે, પાર્સલ જોતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો..

Online Shopping Ordered 3 IPhones online in Haryana.. When the parcel was delivered soap came out.

Online Shopping Ordered 3 IPhones online in Haryana.. When the parcel was delivered soap came out.

News Continuous Bureau | Mumbai 

Online Shopping: હરિયાણાના ( Haryana ) ચરખી દાદરીમાં ( Charkhi Dadri ) ફરી એકવાર ઓનલાઈન શોપિંગ કંપનીઓની હેરાફેરી સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ત્રણ આઇફોનનો ( iPhone ) ઓર્ડર આપ્યો હતો. તેઓએ આ ઓર્ડર માટે સંપૂર્ણ રકમ પણ બુકીંગ સમયે જ ચૂકવી દીધી હતી, પરંતુ જ્યારે ડિલિવરી  મળી ત્યારે પરિવાર પોતાની પાસે આવેલ ડિલીવરી ઓર્ડર ( Delivery order ) જોઈને ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં બે પાર્સલમાં બે જૂના ફોન રાખવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા પાર્સલમાં બોક્સ આઈફોનનું હતું, પરંતુ અંદર સાબુ ( Soap ) મળી આવ્યો હતો. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, આ અંગે પીડિત દંપતીએ ચરખી દાદરીના સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગાંધી નગર વિસ્તારમાં રહેતા પીડીતે ઓનલાઈન છેતરપિંડીની ( Online fraud ) ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે 11 ઓક્ટોબરે તેણે પોતાના નામે બે આઈફોન ઓર્ડર કર્યા હતા. ત્યાર બાદ તેની પત્નીએ પણ એક આઈફોનનો ઓર્ડર આપ્યો હતો. આ ત્રણેય ફોનનું સંપૂર્ણ પેમેન્ટ બુકિંગ સમયે જ ચૂકવવામાં આવ્યું હતું

19 અને 20 ઓક્ટોબર 2023ના રોજ તેના ઘરે આપેલ ઓર્ડરની ડિલીવરી પણ આવી હતી..

આ પછી 19 અને 20 ઓક્ટોબર 2023ના રોજ તેના ઘરે આપેલ ઓર્ડરની ડિલીવરી પણ આવી હતી. પરંતુ જ્યારે તેઓએ પહેલું બોક્સ ખોલીને જોયું તો ઘરના સભ્યો ચોંકી ગયા હતા. પહેલા બોક્સમાં એક જૂનો ફોન રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, તેમણે તરત જ બીજું બોક્સ ખોલીને જોયુ હતું, પરંતુ તેમાં પણ એક જૂનો ફોન મળી આવ્યો હતો. જ્યારે ત્રીજું બોક્સ ખોલવામાં આવ્યું તો તેમાં સાબુ રાખવામાં આવ્યો હતો. પિડીતાએ આ અંગે 31 ડિસેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Hit and Run New Law: નવા હિટ એન્ડ રન કાયદા વિરુદ્વ ટ્રક અને ડમ્પર ચાલકોની હડતાળ.. અનેક રાજ્યોમાં ચક્કાજામ.. વાહનવ્હવહાર થયો ઠપ્પ..

જેમાં તેણે ઓનલાઈન શોપિંગ કંપની ( Online shopping company ) અને તેના કર્મચારીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. શહેર પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે પિડીત અને તેની પત્નીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે કંપનીને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગવામાં આવ્યો છે. કંપનીનો જવાબ જોયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version