ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
આ વર્ષે ગણેતોત્સવ પર પણ કોરોનાની અસર સાફ જોઈ શકાય છે. સામાન્ય વર્ષોમાં બીએમસીને અત્યાર સુધીમાં કુલ 1500 જેટલી ગણેશ મંડળોની અરજીઓ પ્રાપ્ત થઈ હોત. પરંતુ આ વર્ષે માત્ર 300 ગણપતિ મંડળોએ જ મંજૂરી માટે અરજી કરી છે. બીએમસીએ હંમેશની જેમ, 10 જુલાઈથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે અને ઓગસ્ટના મધ્ય સુધી સ્વીકારશે. 11 દિવસ સુધી ચાલતો આ મહોત્સવ 22 ઓગસ્ટથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે જે ગયા અઠવાડિયે, બીએમસીએ અંધેરી (પશ્ચિમ) ના મંડળોને વિનંતી કરી હતી કે આ વર્ષે ફક્ત 13 વૉર્ડમાં 13 જ ગણપતિ મંડળ… મતલબ કે એક વોર્ડ દીઠ 1 ગણપતિ સ્થાપિત કરવામાં આવે. સાથે જ કે-વેસ્ટ વોર્ડની સોસાયટીમાં બીએમસી ના કર્મચારીઓ ઘરે ઘરે જઈને મૂર્તિઓ ભેગી કરીને, કૃત્રિમ તળાવમાં વિસર્જન કરશે. જેથી લોકોએ કોરોનામાં ઘરની બહાર ના નીકળવું પડે અને બીચ પર કોઈ ભીડ પણ નહીં થાય.
મુંબઈમાં દર વર્ષે લગભગ 14,000 મોટા ગણેશ મંડળો દ્વારા ગણેશ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં એકથી લઈને 25 ફૂટ ઊંચી મૂર્તિઓ હોય છે. આ વર્ષે મુખ્ય સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં, નાગરિકોને તેમના ઘરોમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અને ગીચ વોટરફ્રન્ટ્સની મુસાફરી કરવાનું ટાળવાની વિનંતી કરાઈ છે. તેઓએ કહ્યું કે લોકોએ “મૂર્તિઓનું સ્વાગત કરવા અને તેનું વિસર્જન કરતી વખતે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવાથી, તમે તમારી જાતને અને તમારા પરિવારના સભ્યોને કોવિડ -19 ના ચેપથી બચાવી શકશો જે ગણપતિ બાપાની ખરી અંજલી ગણાશે.,” માર્ગદર્શિકામાં વિનંતી કરવામાં આવી છે કે ભક્તો પીઓપીની મૂર્તિઓ ન ખરીદતા પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓ જ ખરીદે જેથી ઘરનાં જ કુંડામાં વિસર્જન કરી શકાય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com