મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે બુસ્ટર ડોઝને પણ મંદ પ્રતિસાદ, અત્યાર સુધીમાં માત્ર આટલા ટકા લાભાર્થીઓએ લીધો પ્રિકોશનરી ડોઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

મહારાષ્ટ્રમાં બુસ્ટર ડોઝના કાર્યક્રમને તદ્દન મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ત્યારથી મહારાષ્ટ્રમાં પહેલા અઠવાડિયે લગભગ 38 ટકા લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝ લીધો છે. 

કોવિન પોર્ટલ અનુસાર સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 3,40,355 વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ અપાયો હતો, જેમાંથી 84,363 વ્યક્તિઓ મુંબઈની અને 32,629 થાણેની હતી.

ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા અનુસાર રાજ્યમાં 9 લાખ સિનિયર સિટિઝન્સ, હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન-વર્કર્સ બૂસ્ટર ડોઝ માટે યોગ્યતા ધરાવે છે.

ઓહોહોહો!! આટલા લાખ મુંબઈગરા હાલ છે હોમ ક્વોરેન્ટાઈન…જાણો વિગત

Exit mobile version