ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 જુલાઈ 2020
ગણપતિ આડે હવે થોડા દિવસો રહી ગયા છે ત્યારે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ રવિવારે કે.પશ્ચિમ અંધેરી ક્ષેત્રના દરેક વૉર્ડમાં, જાહેરમાં એકથી વધુ ગણપતિની મૂર્તિ ન સ્થાપિત કરવાની નોટિસ ફટકારી છે. આ વિસ્તારમાં કુલ 13 વોર્ડ છે. વેસ્ટ બીએમસીના વોર્ડ ઓફિસર અને સહાયક મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ, "કે.પશ્ચિમ અંધેરી ક્ષેત્રમાં ફક્ત 13 કોર્પોરેટરો છે, તેથી દરેક કોર્પોરેટરના ક્ષેત્રમાં માત્ર એક જાહેર ગણેશ મંડળને જ ગણેશ મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવશે. જે તે વિસ્તારના કાઉન્સિલર પસંદ કરશે કે કયા મંડળોને મૂર્તિઓ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે."
બીએમસીએ આ મંડળોને મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સાથે જ આ વોર્ડના ભક્તોને તેમના ઘરે જ તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. આ વર્ષે BMC એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. 'તેના કર્મચારીઓ મોટી સોસાયટીમાં જઈને લોકોના ઘરેથી મૂર્તિઓ એકત્રિત કરશે' કારણકે આ વર્ષે મૂર્તિ વિસર્જન માટે લોકોને દરિયા, તળાવ અથવા નદી પર જવાની મંજૂરી આપવામાં આવી નથી.
શહેરમાં વધી રહેલા કિસ્સાઓ અંગે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે " પ્રાથના કરું છું કે ગણેશોત્સવ પૂરો થાય તે પહેલાં ભગવાન મુંબઈથી COVID-19 નો નાશ કરે. તેમણે કહ્યું, “શહેરમાં સારા થતાં કેસોની સંખ્યા વધી રહી છે આથી આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાનું છે. સ્પ્રેડ રેટ ઘટી રહ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતું જ્યાં સુધી COVID-19 ની રસી ન મળે ત્યાં સુધી તે ચિંતાનો વિષય રહેશે. ”
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અને અનુપમ ખેર જેવા ફિલ્મ સ્ટાર્સ ના ઘરોમાં પણ કોરોના પહોંચી ગયો છે અને આ બધાં કે.પશ્ચિમના અંધેરી વૉર્ડ માં રહે છે. મુંબઇ દેશના સૌથી ખરાબ અસરગ્રસ્ત રાજ્યમાંનું સૌથી વધુ કેસો ધરાવતું શહેર છે. બીએમસીના જણાવ્યા અનુસાર શનિવાર સુધીમાં કુલ 5,750 દર્દીઓ વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 254 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 4,292 જેટલા લોકોને રજા આપવામાં આવી છે અને 1,204 દર્દીઓ શહેરમાં હાલ સારવાર લઈ રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
