ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
નાગરિકોને વેક્સિન લીધેલા સર્ટિફિકેટ વગર મુંબઈમાં ઉપનગરીય લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી કે નહીં તે બાબતે મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે તો કોરોનાના મહામારી ફરી ફાટી નીકળવાની શક્યતા છે.
મુંબઈ ઉપનગરીય લોકલમાં મુસાફરી કરવા માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલું સર્ટિફિકેટ દર્શાવવું ફરજિયાત છે. જોકે રાજ્ય સરકારના આ નિર્ણય સામે બે અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ગેરકાયદેસર અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
તો શું મહારાષ્ટ્રમાં ફરી સ્કૂલો બંધ થશે? રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપ્યા આ સંકેત . જાણો વિગત
આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર અને રેલવે પ્રશાસને અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. તે મુજબ રાજ્ય સરકારે મુંબઈ હાઈકોર્ટમાં પોતાની બાજુ રાખી હતી. સરકારના દાવા મુજબ જે લોકોએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી તો કોરોના મહામારી ફરી ફેલાઈ શકે છે. તેથી, આવા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મુદ્દે આગામી સુનાવણી 3 જાન્યુઆરી 2022ના રોજ થશે.