Site icon

Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં

સાતમના નોરતે રાજ્યભરમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે

Operation Sindoor Garba સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં

Operation Sindoor Garba સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં

News Continuous Bureau | Mumbai

Operation Sindoor Garba મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે. તેમણે આવતીકાલે, રવિવાર, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે.

Join Our WhatsApp Community

શ્રી સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, “આવતીકાલે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.”

આ અંગે શ્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છીએ. આપણી આ ખુશી અને સલામતી પાછળ મા અંબાના આશીર્વાદની સાથે સાથે સરહદો પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોનું શૌર્ય અને પરાક્રમ પણ છે. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકો એ જ શક્તિ અને વિજયના સાચા પ્રતિક છે.

ગૃહ મંત્રીશ્રીએ રાજ્યના તમામ ગરબા સંચાલકો, આયોજકો અને ડી.જે. મિત્રોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત સમયે દરેક શેરી, પોળ અને પાર્ટી પ્લોટમાં ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડે અને ખેલૈયાઓને તેના પર ગર્વભેર ઝૂમવા માટે પ્રેરણા આપે.

તેમણે ખેલૈયાઓને અપીલ કરતા કહ્યું કે, “જ્યારે આ ગરબો વાગે, ત્યારે તમારા દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવીએ.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Exit mobile version