ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
અનુભવી સ્નાતકો માટે હાલ મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ કમિશનર અને બીજા ઉચ્ચ હોદ્દા માટે ભરતીમાં કોઈપણ સ્નાતકો અરજી કરી શકશે. અરજી કરનાર પાસે કોઈપણ સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે, જેના માટે ટકાવારીની જરૂર નથી. ઉપરાંત ઉમેદવારને સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ડિફેન્સમાં એક્સ-આર્મ્ડ ઑફિસર, સરકારી અથવા અર્ધ સરકારી, મોટા ઔદ્યોગિક ક્ષેત્રે ઍડ્મિનિસ્ટ્રેટિવ અથવા ઉચ્ચ હોદ્દાનો અનુભવ હોવો જોઈએ.
અરજી કરનારની ઉંમર ૨૬/૦૭/૨૦૨૧ના રોજ ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધારે હોવી જોઈએ નહિ. વયમર્યાદામાં એસસી, એસટીને પાંચ વર્ષ, ઓબીસીને ત્રણ વર્ષ અને શારીરિક વિકલાંગને દસ વર્ષ સુધીની છૂટછાટ છે. અરજી કરવાની છેલ્લી તા. ૨૬/૦૭/૨૦૨૧ છે. આ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. અરજી કરવા હેતુ આપ સરકારની વેબસાઇટ www.mpsc.gov.in અથવા www.mahaonline.gov.in પર જઈ શકો છો.
મહારાષ્ટ્રમાં રાજનૈતિક ખળભળાટ. ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન(MPSC) દ્વારા રાજ્ય સ્તરે ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, સોસાયટી રજિસ્ટ્રાર, મામલતદાર (તહેસીલદાર), નાયબ તહેસીલદાર જેવા ઉચ્ચ હોદ્દાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.