Site icon

PM-KUSUM Scheme : રાજ્યમાં પીએમ-કુસુમ યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલર ઊર્જા સંચાલિત સિંચાઇ પંપ સેટ્સ મેળવવા માટે અરજી કરવાની તક

PM-KUSUM Scheme : પંપ સેટ્સ મેળવવા માટે અરજીઓની નોંધણી સ્ટેટ પોર્ટલ ઉપર તા.૧૨/૧૦/૨૦૨૩ થી ૧૧/૧૧/૨૦૨૩ સુધી કરી શકાશે

Opportunity to apply for getting off-grid solar powered irrigation pump sets under PM-KUSUM scheme in the state

Opportunity to apply for getting off-grid solar powered irrigation pump sets under PM-KUSUM scheme in the state

News Continuous Bureau | Mumbai 

PM-KUSUM Scheme : ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ(GEDCL) હેઠળની વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન PM- KUSUM યોજનાના કોમ્પોનન્ટ-B હેઠળ સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલર ઊર્જા સંચાલિત સિંચાઇ પંપ સેટ્સ(Pump sets) મેળવવા માટે અરજીઓની નોંધણી સ્ટેટ પોર્ટલ https://pmkusum.guvnl.com ઉપર તા.૧૨/૧૦/૨૦૨૩ થી ૧૧/૧૧/૨૦૨૩ સુધી કરી શકાશે.
આ યોજનામાં જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપ સેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનામાં હયાત ગ્રીડથી વીજજોડાણ આપવું ટેકનિકલી શક્ય ન હોય તેમજ કમર્શિયલી વાયેબલ (વ્યવહારૂ) ન હોય તેવા દૂર-સુદૂરના વિસ્તાર, જંગલ ઓફ ગ્રીડ વિસ્તારમાં ડીઝલથી ચાલતા પંપ સેટને બદલવા માટે ખેત તલાવડી તથા સરફેસ વોટરથી પિયત સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં કૃષિ હેતુ ૧, ૨, ૩, ૫, ૭.૫ અને ૧૦ હો.પા.ના સૌલર પંપનો સમાવેશ થઇ શકશે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી સંગઠન અને કલસ્ટર આધારિત સિંચાઇ સિસ્ટમ પણ આવરી લેવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Forehead Tanning : કપાળ પરનો શ્યામ મિનિટોમાં જ દૂર થશે, અપનાવો આ 3 ઘરગથ્થુ ઉપાય..

નાના અને સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે. સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિઓનો ઉપયોગ કરતા અથવા સૂક્ષ્મ સિંચાઇ યોજનાઓ હેઠળ આવરી લેનારા અથવા સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિની યોજનામાં જોડાનાર ખેડૂતો/અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીને કુલ સીસ્ટમ (બેંચમાર્ક કોસ્ટ અથવા ટેન્ડર કોસ્ટમાં જે ઓછુ હોય તે) ખર્ચના ૩૦% રકમ કેન્દ્ર સરકારની સહાય (CFA) તરીકે, ૩૦% રકમ રાજ્ય સરકારની સહાય (subsidy) તરીકે આપવામાં આવશે અને બાકીની ૪૦% અને ન મળવાપાત્ર થતી સબસીડીની રકમ લાભાર્થી એટલે કે ખેડૂતે ભોગવવાની રહેશે. ઉપરોક્ત સબસીડી/CFA ૭.૫ હો.પા.ની ક્ષમતા સુધીના પંપસેટ માટે મર્યાદિત રહેશે. ૭,૫ હો.પા.થી ઉપરની ક્ષમતાના પંપસેટ માટે ૭.૫ હો.પા.ના પંપસેટને મળવાપાત્ર સબસીડી લાગુ પડશે અને તફાવતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. PM-KUSUM પોર્ટલ હેઠળ નોંધાયેલ પડતર અરજીઓ કે જેમને સોલર પંપ કે પરંપરાગત વીજજોડાણ હજુ સુધી મળેલ ન હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે.આ અરજદારોએ એક મહિનાની નિયત સમય મર્યાદામાં જૂની અરજીના નોંધણી નંબર સાથે અરજી કરવાની રહેશે.
જંગલ વિસ્તારના અરજદારો કે જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજજોડાણ મેળવવા વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તારમાં વીજ વિતરણ રેખા ઊભી કરવાની મંજૂરી મળેલ ન હોય તેવી પડતર અરજીઓના અરજદારો જો પરંપરાગત વીજજોડાણના બદલે આ યોજના અંતર્ગત સોલર પંપ સ્થાપવા ઇચ્છે તો તેઓ નિયત સમય મર્યાદામાં જૂની અરજી નોંધણીની પાવતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરશે તો આવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. આ યોજનામાં જોડાવા માગતા અરજદારોએ GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સીઓની યાદીમાંથી કોઇ એક સૌલર એજન્સીની પસંદગી કરી, તેમના દ્વારા સ્ટેટ પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટેના ધારાધોરણ, મળવાપાત્ર સબસિડી, અરજદારે ભરવાની રકમ, માન્ય એજન્સીની યાદી વગેરેની માહિતી પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જે સ્ટેટ પોર્ટલ https://pmkusum.guvnl.com અને વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે એમ મુખ્ય ઈજનેર (ટેક.)ની યાદીમાં જણાવ્યું છે.
વધુ માહિતી માટે પેટા વિભાગીય કચેરી,જનસેવા કેન્દ્ર DGVCL- ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩/૧૯૧૨૩, PGVCL- ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩/૧૯૧૨૨, MGVCL- ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦/૧૯૧૨૪, UGVCL- ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૫/૧૯૧૨૧ ટોલ ફ્રી નંબર પરથી મેળવી શક્શે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version