Site icon

આ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે પછી પંજાબના? મુખ્યમંત્રી માનને બાજુ પર રાખીને જાતે આ કામ કરી લીધું, હવે વિપક્ષના નિશાના પર.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આપ(AAP)ના કન્વેનીઅર અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પંજાબ(Punjab)માં રીમોટ સરકાર ચલાવતા હોવાનો આરોપ કરીને વિરોધ પક્ષે તેમની ભારે ટીકા કરી છે.હકીકતમાં બન્યું એવું કે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન(Bhagwant Mann)ને બાજુએ કરીને સીધુ જ પંજાબના ચીફ સેક્રેટરી અનિરુદ્ધ તિવારી(Aniruddh Tiwari) અને અન્ય સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મુખ્ય પ્રધાનને બાજુએ કરીને પંજાબના સરકારી કામમાં સીધી દખલ દેવા બદલ વિરોધ પક્ષે તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શું પંજાબમાં કેજરીવાલની પપેટ સરકાર ચાલે છે. કેજરીવાલે કયા મુદ્દા પર કયા હોદે દિલ્હીમાં બેઠક કરી હતી? એવા સવાલ પણ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદરસિંહ રાજાએ કેજરીવાલને કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે

વિરોધપક્ષે પંજાબના મુદ્દે દિલ્હીમાં કેજરીવાલે લીધેલી મિટિંગને મુદ્દે વિરોધ નોંધાવતા આપના પંજાબ યુનિટ કેજરીવાલનો બચાવ કરવા ઉતરી પડી હતી. પાર્ટીના નેશનલ કન્વેનીયર અને દિલ્હીના મુખ્યમંત્રી જો નાગરિકોના હિત માટે કોઈ બેઠક કરતા હોય તેમાં ખોટું કંઈ નથી કહીને તેમના બચાવમાં ઉતરી હતી.

વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બાદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેજરીવાલ સાથેની બેઠકને સફળ ગણાવતી ટ્વીટ કરી હતી અને બહુ જલદી પંજાબને સારા સમાચાર મળશે એવું પણ કહ્યું હતું. 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version