News Continuous Bureau | Mumbai
આપ(AAP)ના કન્વેનીઅર અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પંજાબ(Punjab)માં રીમોટ સરકાર ચલાવતા હોવાનો આરોપ કરીને વિરોધ પક્ષે તેમની ભારે ટીકા કરી છે.હકીકતમાં બન્યું એવું કે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન(Bhagwant Mann)ને બાજુએ કરીને સીધુ જ પંજાબના ચીફ સેક્રેટરી અનિરુદ્ધ તિવારી(Aniruddh Tiwari) અને અન્ય સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
મુખ્ય પ્રધાનને બાજુએ કરીને પંજાબના સરકારી કામમાં સીધી દખલ દેવા બદલ વિરોધ પક્ષે તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શું પંજાબમાં કેજરીવાલની પપેટ સરકાર ચાલે છે. કેજરીવાલે કયા મુદ્દા પર કયા હોદે દિલ્હીમાં બેઠક કરી હતી? એવા સવાલ પણ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદરસિંહ રાજાએ કેજરીવાલને કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે
વિરોધપક્ષે પંજાબના મુદ્દે દિલ્હીમાં કેજરીવાલે લીધેલી મિટિંગને મુદ્દે વિરોધ નોંધાવતા આપના પંજાબ યુનિટ કેજરીવાલનો બચાવ કરવા ઉતરી પડી હતી. પાર્ટીના નેશનલ કન્વેનીયર અને દિલ્હીના મુખ્યમંત્રી જો નાગરિકોના હિત માટે કોઈ બેઠક કરતા હોય તેમાં ખોટું કંઈ નથી કહીને તેમના બચાવમાં ઉતરી હતી.
વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બાદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેજરીવાલ સાથેની બેઠકને સફળ ગણાવતી ટ્વીટ કરી હતી અને બહુ જલદી પંજાબને સારા સમાચાર મળશે એવું પણ કહ્યું હતું.