News Continuous Bureau | Mumbai
Gujarat Seva Setu : ગુજરાતના નાગરિકોને પ્રજાલક્ષી યોજનાઓના લાભ પોતાના ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાતમાં 17મી સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં ૧૩ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. માનકુવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરુપા યોજનાના લાભાર્થીને અપાયો લાભ, જેથી હવે દર માસે મળનારી આર્થિક સહાય મારી દિકરીના ભરણપોષણમાં મદદરૂપ બનશે એમ જણાવી, લાભાર્થી કોમલબા જાડેજાએ ખરા અર્થમાં વાલી તરીકેની ફરજ અદા કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા વિધવા બહેનોના આર્થિક સ્વાવલંબન માટે ગંગા સ્વરૂપા યોજના થકી આર્થિક સહાય આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપા યોજનાના ( Ganga Swarupa Yojana ) લાભાર્થી કોમલબા જાડેજાએ કહ્યું, ‘આજે માનકુવા ગામ ખાતે સેવાસુત કાર્યક્રમમાં ગંગા સ્વરુપા યોજનાનો મને લાભ આપવામાં આવ્યો છે, એ યોજના અંતર્ગત મને ઘર પરિવાર ચલાવવા માટે બહુ ઉપયોગી છે તે માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.’
આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra: PM મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને કર્યું સંબોધન, આ યોજનાઓ કરી લોન્ચ
-
– પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું ( Seva Setu ) આયોજન
-
– કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા ( Swachhata Hi Seva 2024 ) અભિયાનનો પ્રારંભ
-
– ૧૩ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને એક જગ્યાએ અપાઈ રહ્યો છે લાભ
-
– ગંગા સ્વરુપા યોજના લાભાર્થી કોમલબા જાડેજાએ અપાયો લાભ
-
– આર્થિક સહાય મારી દિકરીના ભરણપોષણમાં મદદરૂપ બનશે: લાભાર્થી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.