Surat : અંગદાન એ જ મહાદાન.. સુરતની 24 વર્ષીય બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી એક નહીં પણ આટલા લોકોને મળશે નવ જીવન..

Surat : સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોના પરિણામે થયેલા અંગદાનથી ચાર વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલાયુ --------- ટેક્ષટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે

News Continuous Bureau | Mumbai

Surat : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. 

Join Our WhatsApp Community

 Organs of 24-yr-old brain-dead girl give new life to six in Surat

ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે.

સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા ૨૪ વર્ષીય પ્રિતીબેન શુકલાને તા.૦૩ જૂનના રોજ બપોરે ૧.૪૨ વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચારેક દિવસની સારવાર બાદ તા.૭મી જૂનની રાત્રિએ ૨.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. 

પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી સ્વ.પ્રિતીબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. 

આજે બપોરે ૧.૦૦ વાગે બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

આમ, શુકલા પરિવારે છ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Canada News: કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, કરોડો પશુ-પક્ષીઓ બળીને ખાખ, લાખો લોકોને ઘર છોડવું પડ્યું, આ દેશમાં પણ જોવા મળી અસર..

 સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર છે.

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ડો. લક્ષ્મણ ટહેલયાણી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે ૨૮મું અંગદાન થયું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઉભરી રહ્યું છે.

Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ
Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી
Yavatmal: જન્મ-મરણના દાખલાનું મહાકૌભાંડ: આખું ગામ ૧૩૦૦નું અને સર્ટિફિકેટ ૨૭,૦૦૦ ફાટ્યા! બિહારના ૨૦ વર્ષીય યુવકે સિસ્ટમ સાથે કરી રમત
Maharashtra Municipal Election 2026: હવે બિનહરીફ જીતવું મુશ્કેલ! હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા ચૂંટણી પંચે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
Exit mobile version