Site icon

હદ થઈ ગઈ- આ રાજ્યની સરકારી ઓફિસમાં આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો- તેને ગણાવ્યો વિશ્ર્વનો સર્વેશ્રેષ્ઠ એન્જિનિયર

News Continuous Bureau | Mumbai 

દેશમાં તમામ સરકારી ઓફિસમાં(government office) વડા પ્રધાન(Prime Minister), રાષ્ટ્રપતિ(President) સહિતના માન્યવરના ફોટો લગાડવાના હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ફર્રુખાબાદમા(Farrukhabad) આવેલી એસ સરકારી ઓફિસમાં હદ થઈ ગઈ હતી. દેશના મહાન હસ્તીઓના ફોટા બદલે એક સરકારી અધિકારીએ(Government official) પોતાની ઓફિસમાં દુનિયાના ખુંખાર આંતકવાદી ઓસામા બિન લાદેનનો(Osama bin Laden) ફોટો મૂક્યો છે, જે નીચે લખ્યું છે વિશ્વનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર(Junior Engineer).

Join Our WhatsApp Community

નવાબગંજના વિદ્યુત વિભાગની(Electrical department) ઓફિસમાં એક ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો આતંકવાદી ઓસામા બિન લાદેનનો છે. ફોટોના માધ્યમથી ઓસામા બિન લાદેનને દુનિયાનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મસ્જિદનો વિવાદ વકર્યો- હવે આગ્રાની આ જાણીતી મસ્જિદના પગથિયા નીચે દેવતાઓની મૂર્તિઓ દફનાવવામાં આવી હોવાનો દાવો- કોર્ટમાં દાખલ થઈ નવી અરજી

ફર્રુખાબાદ જિલ્લામાં, વિદ્યુત વિતરણ નિગમના એક SDOએ તેમની ઓફિસમાં મુખ્યમંત્રી, વડાપ્રધાન, બાબા ભીમરાવ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Mahatma Gandhi) સિવાય ઓસામા બિન લાદેનનો ફોટો લગાવ્યો છે. વિભાગીય અધિકારીઓને તેની જાણ થઈ, પરંતુ આ અધિકારીના ડરથી કોઈપણ અધિકારીએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી.
 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version