News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ ચર્ચાનું બજાર ગરમ છે. ઉદ્ધવ બાળાસાહેબ શિવસેનાના નેતા સંજય રાઉતના તાજેતરના નિવેદને મહારાષ્ટ્રમાં વિપક્ષોની ચિંતાઓને પણ છતી કરી છે. તેમણે કહ્યું છે કે NCPમાં પણ અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ શાયદ બીજેપીમાં નહી જોડાય.
મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે અજિત પવાર એનસીપીના વરિષ્ઠ નેતા છે. મને નથી લાગતું કે તે આવું કંઈક કરશે અને ભાજપમાં જશે. “અજિત પવારનું રાજકીય ભવિષ્ય NCP સાથે સારું છે. તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. તેઓ તેમની સાથે જોડાશે નહીં અને બીજેપીના ગુલામ બનશે નહીં. અમને NCP નેતા અજિત પવારમાં પૂરો વિશ્વાસ છે.
આ સમાચાર પણ વાંચો: અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..
‘જલદી અજિત પવાર સાથે વાત કરીશું’
તેઓએ એમ પણ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં અજિત પવાર અને કોંગ્રેસના નેતા નાના પટોલે સાથે વાત કરશે. તેમણે કહ્યું કે અમારી 16 મેના રોજ નાગપુરમાં રેલી છે અને તે રેલી પહેલા અમે તેમની સાથે વાત કરીશું. એટલું જ નહીં, રાઉતે શરદ પવારને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, એનસીપી સુપ્રીમો વાલી છે અને અમે તેમની સાથે છીએ. ગઈકાલે જ મેં અને ઉદ્ધવ ઠાકરેજીએ શરદ પવાર સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમારું બંધન ફેવિકોલ જેવું છે અને તેને કોઈ અલગ કરી શકે નહીં. અને આ મુદ્દે કોઈ શંકા નથી.