ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં જમા કરાયેલા 130 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધી માત્ર 31 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે, જયારે 99 કરોડ રૂપિયા વપરાયા વગરના પડી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ બહાર આવી છે.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટિવિસ્ટ અનિલ ગલગલીને મળેલી માહિતી મુજબ ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાથી રોજના સરેરાશ 8 નાગરિકોને નાણાકીય સહાય મળી છે. તો તબીબી કારણસર છેલ્લા 22 મહિનામાં 4,932 નાગરિકોને 22 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હતી. કુદરતી આફતો અને અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોના વારસદારોને 9 કરોડની આર્થિક સહાય અત્યાર સુધી આપવામાં આવી છે.
સીએમ રિલીફ ફંડનો ઉપયોગ મુખ્યત્વે તબીબી અને કુદરતી આફતો દરમિયાન નાગરિકોને, અસરગ્રસ્તોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવે છે. જોકે અત્યાર સુધી સીએમ રિલિફ ફંડમાં જમા રહેલી કુલ 130 કરોડ રૂપિયાની રકમમાંથી અત્યાર સુધીમાં માત્ર 31 કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મુખ્ય પ્રધાન સચિવાલયને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં જમા કરવામાં આવેલી રકમ, ખર્ચવામાં આવેલી રકમ અને બાકીની રકમ વિશે સવાર કર્યા હતા, તેના પર અનિલ ગલગલીને માહિતી આપવામાં આવી હતી કે 28 નવેમ્બર, 2019 થી અત્યાર સુધીમાં આ ભંડોળમાં 130 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
રાહતના સમાચાર: મહારાષ્ટ્રનો ઓમીક્રોનનો પહેલો દર્દી સાજો થઈ ઘર ભેગો થયો, જાણો વિગત
ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી કુદરતી આફતો અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના વારસદારોને 9 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. 4,932 નાગરિકોને તબીબી હેતુઓ માટે 22 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. તબીબી સહાય હેઠળ હાલ દરરોજ સરેરાશ 8 નાગરિકોને જ મદદ કરવામાં આવી રહી છે, તેમાં વધારો કરવાની આવશ્યકતા હોવાનું અનિલ ગલગલીએ જણાવ્યુ હતું.