Site icon

લો કરો વાત- ભગવાન સાથે પણ છેતરપિંડી-રામ મંદિર નિર્માણમાં દાન પેટે મળેલા રૂપિયામાંથી અધધ આટલા કરોડના ચેક થયા બાઉન્સ

Construction of Ram temple likely to be completed months before deadline

રામ ભક્તોને ખાસ ભેટ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ 6 મહિના પહેલા પૂર્ણ થઈ જશે.. આ તારીખથી ભક્તો કરી શકશે દર્શન

News Continuous Bureau | Mumbai 

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિરના(Shri Ram Temple) નિર્માણનું કાર્ય અયોધ્યામાં(Ayodhya) જોરશોરથી ચાલી રહ્યું છે, તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા છે. આ દાન(Donation) અલગ અલગ માધ્યમથી સ્વીકારવામાં આવી રહ્યું છે. જો કે, ઘણા એવા લોકો પણ છે, જે ચેક આપી રહ્યા છે. તેમાંથી કરોડો રૂપિયાના ચેક બાઉન્સ(Cheque bounce) થયા છે.

Join Our WhatsApp Community

રામજન્મભૂમિ(Ramjanmabhoomi) તીર્થ ક્ષેત્ર(Pilgrimage Area) ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવતા નિધિ સમર્પણ અભિયાનમાં(Fundraising Campaign) અત્યાર સુધીમાં  કુલ 5457.94 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે. જો કે, આ સંખ્યા અંતિમ નથી, કારણ કે, જિલ્લાવાર ઓડિટ(District wise audit) નું કામ હજુ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી ફંડ એકત્રિકરણનું(Fundraising) મોનીટરીંગ(Monitoring) કરી રહેલી ટીમની ગણતરીમાં એક ટેન્ટિવ રિપોર્ટ(Tentative report) સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ શ્રી રામ મંદિર માટે દાન કરનારાઓમાં લગભગ 22 કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અલગ રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : વિરોધની આડમાં લૂંટ શરૂ- બિહારના આ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી 3 લાખની લૂંટ- જુઓ ફોટોસ-જાણો વિગતે 

રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોસર(technical reasons) બાઉન્સ થયેલા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રજૂ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા 2253.97 કરોડનું ભંડોળ ભેગું થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી(digital media) 2753.97 કરોડ તથા એસબીઆઈ(SBI)-પીએનબી(PNB) તથા બીઓબીના(BOB) બચત ખાતામાં લગભગ 450 કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે.

ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દસ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version