Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના એક લાખ વાહન જમા, વગર કારણે બહાર નીકળ્યા હતા.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

28 જુલાઈ 2020

કોરોના વાયરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. મુંબઇ અને મહારાષ્ટ્રમાં હજી પણ લોકડાઉન 2.0 નો અમલ ચાલુ છે. જે મુજબ કારણ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ છે. આમ છતાં ઘણા લોકો નાની નાની વાતે વાહન લઈને ઘરની બહાર ફરવા નીકળી પડતા હોય છે. એવા અંદાજે 32 હજાર થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમજ ટ્રાફિક પોલીસે પણ કડક કાર્યવાહી અંતર્ગત આશરે એક લાખ જેટલા વાહનો જપ્ત કર્યા છે. આમ તાળાબંદીમાં ગેરજરૂરી રીતે વાહનો લઇ નીકળી પડતા લોકો પર કાર્યવાહી કરી, ચાલાન દ્વારા જ પોલીસને 16 કરોડ 18 લાખ 43 હજાર, 804 રૂપિયાની કમાણી થઇ છે. 

અંદાજે 85 હજારથી એક લાખ જેટલા વાહનો પોલીસ સ્ટેશનમાં પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ પોલીસે 3800 થી વધુ વાહનો જપ્ત કર્યા છે. હાલ લૉકડાઉનનો ભંગ કરવા બદલ જપ્ત કરવામાં આવેલા વાહનો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મૂકી રાખવામાં આવે છે. અત્યાર સુધી આ વાહનો આરટીઓ દ્વારા જ છોડી શકાય તેવા નિયમને કારણે વાહનના માલિકો વાહન છોડાવવા પોલીસ સ્ટેશન અને આરટીઓ તંત્ર વચ્ચે દોડધામ કરતા હતા. જોકે આ વાહનો રાખવા માટે પોલીસ સ્ટેશનોમાં પણ હવે જગ્યા નહીં હોવાથી કેટલાક પાર્ટીપ્લોટ તો કેટલાક હોલમાં વાહનો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે…

નોંધનીય છે કે લોકડાઉન ને ગયા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈ આજ સુધી ઇમર્જન્સી અને જીવન આવશ્યક ચીજો માટે છૂટ આપવામાં આવી છે. આમ છતાં લોકો કારણ વગર બહાર ન નીકળવાના નિયમને માનવા તૈયાર નથી. આવા કામ વગર વાહન લઇને બહાર નીકળી પડતા તમામ લોકો પર પોલીસની સખત કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra Mantralaya Canteen Menu મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટીનનું મેનુ બદલાયું, 54 નવી વાનગીઓનો કરાયો સમાવેશ, પરંતુ લોકપ્રિય નાસ્તા ‘કાંદા પૌઆ’ ને ન મળ્યું સ્થાન
No Merger of NCP Factions NCP ના બંને જૂથોનું નહીં થાય વિલીનીકરણ! સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું ‘શરદ પવાર અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે નહીં જાય’
Rahul Gandhi Phone Tapping Claim ‘મારો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે’, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મોટા દાવાથી દેશના રાજકારણમાં ખળભળાટ
Solapur Airport Runway Mishap સોલાપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પરથી લપસી ગયું ટ્રેનર વિમાન, મહિલા તાલીમાર્થી પાયલટનો આબાદ બચાવ
Exit mobile version