ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
આયુર્વેદિક ક્ષેત્રમાં ૧૨૦ વર્ષથી વધુ સમય પોતાની સેવા આપી રહેલી કંપની એટલે કે સાંડુ ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ભાસ્કર સાંડુનું નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા અને વૃદ્ધાવસ્થાને લીધે તેમનું મૃત્યુ થયું છે. તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારથી આ કંપની સાથે જોડાઈ ગયા હતા, ત્યારથી માંડીને મૃત્યુપર્યંત તેઓ કંપનીના અધ્યક્ષ રહ્યા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સાંડુ ફાર્માસ્યુટિકલ્સનું ઘણું મોટું નામ છે તેમ જ તેમના દ્વારા બનાવવામાં આવેલી દવાને વિશ્વસનીય માનવામાં આવે છે.
