ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે દેશમાં ગુજરાત દર્દીઓને મામલે પ્રથમ નંબરે હતું ..છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ બાદ હવે સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેને પગલે સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કરીને, 3 ઝોનમાં પાન-મસાલાનાં ગલ્લાઓ પર સુરત કોર્પોરેશને પ્રતિબંધ લગાવી દીધો છે.
સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવાના આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જે જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને વરાછ-બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. આ સાથે જ સુરતના અન્ય ઝોનમાં પાનની દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકે.
આ બીજુ સુરતનાં પગલે રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે અને આવું રોગચાળાને કાબુમાં લેવાનાં સાવચેતીના ભાગરૂપે મનપા નિર્ણય લઇ શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com