પડધરી ગામ આજે સજ્જડ બંધ: સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી દેવતા વિશે અભદ્ર ટીપણી કરતાં લોકો રોષે ભરાયા

Paddhari village closed today

પડધરી ગામ આજે સજ્જડ બંધ: સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી દેવતા વિશે અભદ્ર ટીપણી કરતાં લોકો રોષે ભરાયા

News Continuous Bureau | Mumbai

રાજકોટના પડધરીના અવાર નવાર કોમી તંગદીલી ઊભી થતી રહે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી રહે છે. પહેલા પણ વિધર્મીઓ ધાર્મિક કાર્યક્રમમાં આવી હુલ્ડ મચાવ્યું છે. પાછી એક ઘટના સામે આવી છે. જેમાં વિધર્મીઓ પોતાના સોશિયલ મીડિયાનાં એકાઉન્ટમાં હિન્દુ દેવી દેવતા વિશે અભદ્ર ટીપણી કરો છે. જેની જાણ ગામના ધાર્મિક આગેવાનોને થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ કરી અને આજે સંપૂર્ણ ગામ સજજડ બંધ પાડ્યું છે. મળતી માહિતી અનુસાર પડધરીના રહેતા ફિરોજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટીપણી કરી છે આ ટીપણીથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. 

આ સમાચાર પણ વાંચો: Ruturaj Gaikwad Wedding: ઋતુરાજ ગાયકવાડ મહિલા ક્રિકેટર સાથે ત્રણ જૂને કરશે લગ્ન

આ પોસ્ટની જાણ થતાં જ ગામના આગેવાનોએ ફિરોજની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ તાત્કાલિક ફીરોજની ધરપકડ કરી તેના ઈન્સ્ટાગ્રામ આઇ. ડી. ને બ્લોક કરી દેવામાં આવી હતી. આ બનાવથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી હતી જેથી આજે સમગ્ર પડધરીના સજજડ બંધનું એલાન કર્યું હતું. અને જે પણ દુકાનો ખુલી હતી તેને બંધ કરવા લોકોનું ટોળું નીકળ્યું છે. નરાધમને કડકમાં કડક સજા આપવા અને વિરોધ કરવા સમગ્ર પડધરી આજે સજજડ બંધ પાડ્યું છે.

Exit mobile version