News Continuous Bureau | Mumbai
Karnataka: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદે ( BK Hariprasad ) પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ માટે પાકિસ્તાન ( Pakistan ) દુશ્મન રાષ્ટ્ર હોઈ શકે છે. પરંતુ કોંગ્રેસ તો તેને માત્ર પાડોશી દેશ તરીકે જ જુએ છે. તો ભાજપે ( BJP ) આ નિવેદન પર રાષ્ટ્ર વિરોધી ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હરિ પ્રસાદે આ નિવેદન એવા સમયે આપ્યું છે. જ્યારે કર્ણાટકમાં ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ ( Congress ) કોંગ્રેસના ઉમેદવાર પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે.
હરિપ્રસાદે વિધાન પરિષદમાં નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ દુશ્મન રાષ્ટ્ર ( enemy nation ) સાથેના અમારા સંબંધોની વાત કરે છે. તેમના મતે પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર છે. પરંતુ અમારા માટે પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર નથી. આ આપણો પાડોશી દેશ છે. તેઓ કહે છે કે પાકિસ્તાન આપણું દુશ્મન રાષ્ટ્ર છે. વધુમાં હરિપ્રસાદે કહ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાને લાલકૃષ્ણ અડવાણીને ( LK Advani ) ભારત રત્ન આપ્યો હતો. પરંતુ અડવાણીજી જ્યારે લાહોરમાં ઝીણાની કબરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેમના જેવું કોઈ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર નથી. ત્યારે શું પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર ન હતું?
ભાજપે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર ન કહેવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી..
કર્ણાટક ભાજપે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર ન કહેવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી. ભાજપે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે ચાર વખત યુદ્ધ કરી ચુક્યું છે.
આ સમાચાર પણ વાંચો : GDP Data: સરકારે જીડીપી ડેટામાં કર્યો મોટો ફેરફાર, હવે પાંચ વખત જ જીડીપી અંદાજ આવશે.. મંત્રાલયે કરી જાહેરાત..
આ અંગે કર્ણાટકમાં ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીકે હરિપ્રસાદે ગૃહમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને લઈને કોંગ્રેસનું વલણ અને સ્થિતિ શું છે. ભાજપ માટે પાકિસ્તાનને દુશ્મન અને કોંગ્રેસ માટે પાકિસ્તાનને પાડોશી ગણાવીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચેનો ગાઢ સંબંધ આજની પેઢી સુધી હજુ પણ જળવાઈ રહ્યો છે.
નોંધનીય છે કે, ભાજપનો આરોપ છે કે મંગળવારે કર્ણાટક રાજ્યસભા ચૂંટણીમાં ( Rajya Sabha elections ) કોંગ્રેસના ઉમેદવાર નાસિર હુસૈનની જીત બાદ તેમના સમર્થકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. કર્ણાટક વિધાનસભાના બહાર ભાજપે આના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.