Site icon

Karnataka: ભાજપ માટે પાકિસ્તાન દુશ્મન દેશ છે, અમારા માટે નહીંઃ કર્ણાટમાં કોંગ્રેસના નેતાના નિવેદન પર નવો વિવાદ..

Karnataka: કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવતા ભાજપના આરોપો પર હરિપ્રસાદે આ નિવેદન આપ્યું હતું…

Pakistan is an enemy country for BJP, not for us New controversy over Congress leader's statement in Karnataka.

Pakistan is an enemy country for BJP, not for us New controversy over Congress leader's statement in Karnataka.

News Continuous Bureau | Mumbai 

Karnataka: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદે (  BK Hariprasad ) પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ માટે પાકિસ્તાન ( Pakistan ) દુશ્મન રાષ્ટ્ર હોઈ શકે છે. પરંતુ કોંગ્રેસ તો તેને માત્ર પાડોશી દેશ તરીકે જ જુએ છે. તો ભાજપે ( BJP ) આ નિવેદન પર રાષ્ટ્ર વિરોધી ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, હરિ પ્રસાદે આ નિવેદન એવા સમયે આપ્યું છે. જ્યારે કર્ણાટકમાં ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ ( Congress ) કોંગ્રેસના ઉમેદવાર પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે.

હરિપ્રસાદે વિધાન પરિષદમાં નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ દુશ્મન રાષ્ટ્ર ( enemy nation ) સાથેના અમારા સંબંધોની વાત કરે છે. તેમના મતે પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર છે. પરંતુ અમારા માટે પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર નથી. આ આપણો પાડોશી દેશ છે. તેઓ કહે છે કે પાકિસ્તાન આપણું દુશ્મન રાષ્ટ્ર છે. વધુમાં હરિપ્રસાદે કહ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાને લાલકૃષ્ણ અડવાણીને ( LK Advani ) ભારત રત્ન આપ્યો હતો. પરંતુ અડવાણીજી જ્યારે લાહોરમાં ઝીણાની કબરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેમના જેવું કોઈ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર નથી. ત્યારે શું પાકિસ્તાન દુશ્મન રાષ્ટ્ર ન હતું?

 ભાજપે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર ન કહેવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી..

કર્ણાટક ભાજપે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર ન કહેવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી. ભાજપે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે ચાર વખત યુદ્ધ કરી ચુક્યું છે.

આ સમાચાર પણ વાંચો : GDP Data: સરકારે જીડીપી ડેટામાં કર્યો મોટો ફેરફાર, હવે પાંચ વખત જ જીડીપી અંદાજ આવશે.. મંત્રાલયે કરી જાહેરાત..

આ અંગે કર્ણાટકમાં ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીકે હરિપ્રસાદે ગૃહમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને લઈને કોંગ્રેસનું વલણ અને સ્થિતિ શું છે. ભાજપ માટે પાકિસ્તાનને દુશ્મન અને કોંગ્રેસ માટે પાકિસ્તાનને પાડોશી ગણાવીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચેનો ગાઢ સંબંધ આજની પેઢી સુધી હજુ પણ જળવાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ભાજપનો આરોપ છે કે મંગળવારે કર્ણાટક રાજ્યસભા ચૂંટણીમાં ( Rajya Sabha elections ) કોંગ્રેસના ઉમેદવાર નાસિર હુસૈનની જીત બાદ તેમના સમર્થકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. કર્ણાટક વિધાનસભાના બહાર ભાજપે આના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version