Site icon

અજબ દેશનો ગજબ કારોબાર. ઉત્તર પ્રદેશમાં પાકીસ્તાનની મહિલા બની સરપંચ. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01જાન્યુઆરી 2021 

ઉત્તર પ્રદેશના એટાથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે, જે વાંચી તમે પણ ચોંકી જશો. એક પાકિસ્તાની મહિલાને અહીં ગામની સરપંચ બનાવવામાં આવી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 10 ડિસેમ્બરના રોજ ગામના કુવાઇ ખાને ડીપીઆરઓને ફરિયાદ કરી હતી કે તે મહિલા પાકિસ્તાની છે. 

ફરિયાદ મળ્યા બાદ વહીવટી તંત્રમાં હંગામો મચી ગયો હતો. તે જ સમયે, મામલો વધતો જોઈ ગામની વડા બનનારી મહિલાએ પણ આ પદ પરથી રાજીનામું આપ્યું. જો કે હવે જિલ્લા પંચાયત રાજ અધિકારીએ આ મામલે ગ્રામ પંચાયત સચિવને મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. 

ખરેખર, આ કેસ એટા જિલ્લાના ગુડાઉ ગામનો છે. જયાં મૂળ કરાચી પાકિસ્તાનની રહેવાસી બાનુ બેગમના લગ્ન 35 વર્ષ પહેલા ગુડાઉના રહેવાસી અખ્તર અલી સાથે થયા હતા. બાનુ બેગમ નિકાહ થયા બાદ લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહે છે. ઘણી વખત અરજી કર્યા પછી પણ તેને હજી સુધી ભારતની નાગરિકતા મળી નથી. 

આમ હોવા છતાં, બાનુ બેગમે 2015 માં યોજાયેલી પંચાયતની ચૂંટણી લડી હતી અને જીતીને પંચાયત સભ્ય બની હતી. તે જ વર્ષે, 9 જાન્યુઆરી 2020 ના રોજ, ગામની સરપંચ શહનાઝ બેગમનું અવસાન થતાં રાજકીય સમીકરણોને લીધે બાનુ બેગમને સભ્યો દ્વારા કાર્યકારી વડા તરીકે ચૂંટવામાં આવી. 

ગામલોકોનું કહેવું છે કે ગામના વડા શહનાઝ બેગમના નિધન પછી એક સ્ટીઅરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયત સચિવે બાનો બેગમને પ્રમુખ તરીકે રજૂ કર્યા હતા. આ ઘટના બાદ ગ્રામ પંચાયત સચિવને પણ પદ પરથી હટાવી દેવાયા છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, જે લોકોએ તેમના નામે ભારતીય દસ્તાવેજો બનાવવામાં મદદ કરી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version