News Continuous Bureau | Mumbai
- ટુરિસ્ટ વિઝા લઈને હરિદ્વાર આવેલ ૪૫ હિંદુ પાકિસ્તાની નાગરિકો મોરબી આવી પહોંચ્યા
- બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચ્યા
- શરણાર્થી તરીકે આશરો આપવા કરી માંગ
Pakistani Hindus : ટુરિસ્ટ વિઝા લઈને હરિદ્વાર આવેલ ૪૫ હિંદુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચ્યા છે. મોરબીમાં આવેલ કોળી ઠાકોર જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે અને તેઓ શરણાર્થી તરીકે રહેવા માંગતા હોય તેવી માંગ કરી રહ્યા છે. જે મામલે ઠાકોર સમાજના અગ્રણીઓએ કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.
ગત રાત્રીના ૪૫ જેટલા પાકિસ્તાની હિંદુ નાગરિકો મોરબી આવી ગયા છે. જે પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને આવ્યા હતા. જેઓ બનાસકાંઠા થઈને મોરબી પહોંચી ગયા છે. જે ૪૫ નાગરિકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોરબીમાં જીલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે તેઓ રોકાયા છે. જે મામલે કોળી સમાજ આગેવાનોએ તંત્રને જાણ કરી છે. તેઓ પાકિસ્તાની નાગરિક છે અને ભારતમાં શરણ માંગી રહ્યા છે. ભારત સરકાર તેમને મોરબીમાં આશરો આપે તેવી માંગ કરે છે
તેઓ પાકિસ્તાન પરત જવા માંગતા નથી. જોકે પાકિસ્તાની હિંદુ નાગરિકો બનાસકાંઠા પહોંચ્યા હોય જેની બોર્ડર પાકિસ્તાન સાથે મળતી હોવાથી તંત્રએ બોર્ડર એરિયા હોવાથી ત્યાં રહેવા ઇનકાર કર્યો હતો અને નજીકમાં મોરબી હોવાથી બાળકો અને મહિલાઓ સાથે તમામ લોકો મોરબી આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી આવેલ નાગરિકોએ પાકિસ્તાન ની સ્થિતિ ખરાબ હોવાથી બાળકોને ભણાવી સકતા નથી, તેવી વેદના રજુ કરી હતી. જેથી તેઓ ભારત આવ્યા છે અને અહી બાળકોને સારું ભવિષ્ય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને તેઓને ભારતમાં શરણાર્થી તરીકે આશરો મળે તેવી માંગ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Hair Fall : વાળ ખરતા બંધ થઈ જશે, રસોડાની આ વસ્તુઓ કરશે હેર ફોલ કંટ્રોલ, ખુબ જ કામની છે ટિપ્સ..
જે મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે, કાગળો ચેક કરતા વિઝા હરિદ્વાર માટે લઈને આવ્યા છે. હાલ દસ્તાવેજી પ્રક્રિયા ચાલુ છે અને તપાસ ચલાવી રહ્યા છીએ.

